સામાન્ય વાતાવરણ અને સંઘર્ષોની વચ્ચેથી આવતા જીવનો પોતાના અસ્તિત્વ માટે વધારે મજબૂતાઈથી લડે છે, દેવાંશી જોષીનો જન્મ અને ઉછેર ગુજરાતના મહીસાગર જિલ્લાના વડાગામમાં થયો, ગામની પ્રાથમિક શાળા પછી આગળ જતાં વલ્લભવિદ્યાનગરની વી પી સાયન્સ કોલેજમાં B.Sc Microbiology કર્યું, અમદાવાદમાં NIMCJમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યા પછી અલગ અલગ ન્યૂઝ ચેનલમાં કામ કર્યું અને અંતે સફર જમાવટની સ્થાપના સુધી પહોંચી. અત્યારે જમાવટ ગુજરાતીઓનો પોતીકો અવાજ છે અને ગુજરાતે આ ચેનલને ખૂબ પ્રેમ આપ્યો છે